ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:અરુણસિંહ રણાએ ભાડભૂત ભારેશ્વર મહાદેવના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારેશ્વર મહાદેવના સોગંદ છે એક પણ કામ બાકી નહિ રહેવા દઉ : અરુણસિંહ રણા

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી બીજા દિવસે અરુણસિંહ રણાએ ભાડભૂતના ભારેશ્વર મહાદેવના દર્શન કરી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમલેશ્વર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ છ ગામોની કાસવા ખાતે મળેલી સભામાં અરુણસિંહ રણાએ બાકી રહેલા કામો પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાગરા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપમાંથી ઉમેદવારી નોંધાવતા વાગરા બેઠક પર ખુશીની લહર ઉઠી છે. વાગરા બેઠક પર 108 ગણાતા મજબૂત આગેવાન અરુણસિંહ રણાએ ભાડભૂત ખાતે ભારેશ્વર મહાદેવના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. જેમાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, વાગરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સંજયસિંહ ચાવડા, તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો જોડાયા હતા. અમલેશ્વર તાલુકા પંચાયત બેઠકના છ ગામોની જાહેર સભાનું કાસવા ખાતે આયોજન થયું હતું. જ્યાં પહોંચતા જ લોકોએ અરુણસિંહ રણાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

છ ગામોના સરપંચો, ડે. સરપંચો અને મોટી સંખ્યામાં ઉમટેલા લોકોને સંબોધતા અરુણસિંહ રણાએ કહ્યું હતું કે દસ વર્ષ સુધી વાગરા બેઠકના લોકોની સેવા કરવાની તક મળી હતી. જેમાં પુરી નિષ્ઠા થી કાર્ય કર્યા છે. અને ભારેશ્વર મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે જે બાકી છે તે તમામ કામો પૂર્ણ કરીશ તેમ કહેતા જ લોકોએ તેમને તાળીઓથી વધાવી લઈ જાહેર સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...