ભાસ્કર વિશેષ:દુર્ગમ વિસ્તારના કલાકારો સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યની ઉપસ્થિતીમાં કલાકુંભને ખુલ્લો મુકાયો હતો . - Divya Bhaskar
ધારાસભ્યની ઉપસ્થિતીમાં કલાકુંભને ખુલ્લો મુકાયો હતો .
  • ભરૂચમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 9 તાલુકાની 37 કૃતિઓ રજૂ કરાઇ

સોશિયલ મિડીયાનો વ્યાપ વધવાથી હવે દુર્ગમ વિસ્તારમાં રહેતાં કલાકારો પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા છે તેમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જિલ્લા કક્ષાના કલા મહાકુંભના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. જિલ્લાભરમાંથી ભાગ લઇ રહેલાં કલાકારોની 37 કૃતિઓ કલા મહાકુંભમાં રજુ થઇ હતી.

ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ચાવજની આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો હતો. રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કક્ષાના કલાંમહાકુંભમાં ૩૭ જેટલી કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં ૯ તાલુકાઓમાંથી વિજેતાઓને જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવાની તક મળી હતી.જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રદેશ કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પ્રદર્શન કરવાની તક મળશે.

ધારાસભ્યએ આ પ્રસંગે પ્રેક્ટિસનું મહત્વ જણાવતાં કહ્યું કે,એક કાર્ય હજાર વખત પ્રેક્ટિસ કરતાં તે કાર્યમાં મહારથ હાંસલ કરી શકાય છે. વધુમાં સોશિયલ મીડિયાના યુગમાં હવે દુર્ગમ વિસ્તારોમાંમાંથી પણ સ્પર્ધકો ભાગ લઈને વિજેતા બને છે.તેમ તેમણે સાંપ્રંત સમયમાં ટેકનોલેજીનો પણ ઉપયોગ કરવાનીહિમાયત કરી હતી. આ પ્રસંગે સ્કૂલની છાત્રાઓએ સૈારાષ્ટ્ર પંથકનું ટીપ્પ્ણી નૃત્ય પ્રદર્શીત કર્યું હતું. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા કલાકારને રૂ.૧૦૦૦,દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૭૫૦ તથા તૃતીયક્રમે વિજેતાને રૂ. ૫૦૦ નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...