ચોરી:વડોદરાથી મુંબઇ ટ્રેનમાં જતી મહિલાનું પર્સ ગઠિયો ચોરી ગયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીને મળવા મહિલા મુંબઈં જઇ રહી હતી
  • મહિલા સુઇ જતાં માત્ર 41 મિનિટમાં જ ખેલ પાડ્યો

વડોદરાની મહિલાની પુત્રી મુંબઇ રહેતી હોઇ તેને મળવા માટે તે ભુજ-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ જવા નિકળી હતી. તેઓ તેમની સીટ પર સુઇ ગઇ હતી તે વેળાં માત્ર 41 મિનિટના ગાળામાં જ કોઇ ગઠિયાએ તેમનું રૂપિયા-સામાન ભરેલું કુલ 65 હજાર મત્તાનું શોલ્ડર પર્સ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના ઓપી રોડ પર આવેલાં શુભમ એપાર્ટમેન્ટમાં રહેતાં મોનિકા સંજય આચાર્યની પુત્રી રિયા છેલ્લાં કેટલાંક સમયથી મુંબઇ ખાતે નોકરી કરતી હોઇ તેઓ તેને મળવા માટે જઇ રહ્યાં હતાં. તેમણે ભુજ દાદર એક્સપ્રેસ ટ્રેનના એચ-1 કોચમાં ટિકિટ બુક કરાવી હતી. વડોદરાથી ટ્રેન ઉપડ્યાં બાદ તેઓ સવારના 8.09 કલાકના અરસામાં તેમની સીટ પર સુઇ ગયાં હતાં. જે બાદ 8.50 કલાકે ટીસી ટિકિટ ચેક કરવા આવતાં તેમણે તેમનું સોલ્ડર પર્સ લેવા જતાં તે મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...