તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીલ ઝડપનો આરોપી ઝડપાયો:અંકલેશ્વરમાં શાકભાજી ખરીદતી મહિલાની નજર ચૂકવી ગઠિયાએ રૂપિયા 19 હજારની ચોરી કરી, પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે શાક માર્કેટ નજીકથી વોચ ગોઠવી એક ઇસમને ઝડપી પાડ્યો

દિવા ગામની નવી નગરીમાં રહેતા હંસા પટેલ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક જથ્થા બંધ શાકભાજી ખરીદી કરવા હતા. તે દરમિયાન મહિલાની નજર ચૂકવી ગઠિયા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેમાં અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક શાક માર્કેટમાંથી મહિલાની નજર ચૂકવી રૂપિયા 19 હજાર રોકડની ચીલ ઝડપ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

ગત તારીખ 22મી માર્ચના રોજ અંકલેશ્વરના દિવા ગામની નવી નગરીમાં રહેતા હંસા પટેલ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક જથ્થા બંધ શાકભાજી ખરીદી કરવા આવ્યા હતા. તેઓ પાસે રહેલ થેલીમાં મુકેલ રોકડા રૂપિયા 19 હજાર ફૂલેવરના જથ્થા પર મૂકી હતી. તે દરમિયાન મહિલાની નજર ચૂકવી ગઠિયા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

તેથી ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ત્રણ રસ્તા સર્કલ સ્થિત નાની શાક માર્કેટ નજીકથી વોચ ગોઠવી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછપરછ કરતાં તે ગડખોલ પાટિયાની ઝૂડપટ્ટીમાં રહેતો ખંડવાસિંગ કાલીયાસિંગ પુવાર હોવાનું જણાવ્યુ હતું. તેમજ પોલીસે તેની પાસેથી 12 હજાર રોકડા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો