તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:દાંડિયાબજાર શાકમાર્કેટમાં વૃદ્ધાનું મંગળસૂત્ર તોડીને ગઠિયો રફૂચક્કર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી ખરીદવા માટે ગયેલી વૃદ્ધાને ગઠિયાએ નિશાન બનાવી

દાંડિયાબજાર વિસ્તારમાં આવેલાં શાકમાર્કેટ ખાતે 60 વર્ષીય એક વૃદ્ધા શાકભાજી ખરીદી કરવા ગઇ હતી. દરમિયાનમાં કોઇ ગઠિયાએ તેમના ગળામાંથી દોઢ તોલાનો મં તોડી નાસી છુટ્યો હતો. વૃદ્ધાને જાણ થતાં તેેમણે બુમરાણ મચાવતાં લોકો કાંઇ કરે તે પહેલાં જ ગઠિયો ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના દાંડિયાબજાર પોલીસ ચોકી પાસે રહેતાં 60 વર્ષીય લક્ષ્મીબેન રજનીકાન્ત ઠાકોર નજીકમાં આવેલાં શાકમાર્કેટમાં સવારના 11 વાગ્યાના અરસામાં શાકભાજી ખરીદી કરવા માટે ગયાં હતાં. તેઓ શાકભાજી ખરીદી કરી રહ્યાં હતાં. તે વેળાં તેમના ગળામાં ઘસરકો લાગતાં તેમણે તપાસ કરતાં તેમના ગળામાંનું દોઢ તોલાનું સોનાનું મંગલસુત્ર ગાયબ થઇ ગયું હોવાનું જણાયું હતું. તેમણે જમીન પર તપાસ કરવા છતાં મંગલસુત્ર નહીં દેખાતાં તેમણે બુમરાણ મચાવી હતી. લોકો એકત્ર થાય તે પહેલાં જ ગઠિયો ત્યાંથી ફરાર થઇ ગયો હતો. લક્ષ્મીબેને ઘરે આવી તેમના પતિને ઘટનાની જાણ કરતાં તેઓએ આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો