તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નોકરી ડોટ કોમ પર નોકરી આપવાની લાલચ આપી ગઠિયાએ રૂપિયા 64 હજાર તફડાવ્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજના લખીગામ સ્થિત રીલાયન્સ કંપનીના પૂર્વ કર્મચારીને 10 રૂપિયાનું રજીસ્ટ્રેશન ભારે પડ્યું

દહેજના લખીગામ સ્થિત રીલાયન્સ કંપનીના પૂર્વ કર્મચારીને નોકરી ડોટ કોમ પર નોકરી આપવાની લાલચ આપી ગઠિયાએ રૂપિયા 64 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

નોકરી ડોટ કોમ પર મુકેલા રીઝયુમને આધારે ફોન આવ્યો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા અલકનંદા પાર્ક સોસાયટીમાં રહેતા જિગ્નેશકુમાર ઈશ્વરભાઈ ગોહિલ દહેજના લખીગામ સ્થિત રીલાયન્સ કંપનીમાં સાત મહિલા પહેલા વી.સી.પ્લાન્ટમાં નોકરી કરતાં હતા. તે દરમિયાન ગત તારીખ 2 ડિસેમ્બર 2020ના રોજ તેઓ કંપનીમાં હાજર હતા. તે સમયે નોકરી ડોટ કોમ પર તેઓએ મુકેલા રીઝયુમને આધારે ફોન આવ્યો હતો.

ગૂગલ સર્ચ કરી 10 રૂપિયાનું રજીસ્ટ્રેશન જણાવ્યુ

ફોન ધારકે તેઓને નોકરી ડોટ કોમના અધિકારી તરીકે ઓળખ આપી તેઓને નોકરી આપવાની લાલચ આપી હતી. અને ગૂગલ સર્ચ કરી 10 રૂપિયાનું રજીસ્ટ્રેશન જણાવ્યુ હતું. જે બાદ તેઓના ખાતામાંથી અલગ અલગ રીતે રૂપિયા 64 હજારથી વધુની રકમ ઉપાડી લઈ ગઠિયાએ તેઓ સાથે છેતરપિંડી કરતાં તેઓએ દહેજ પોલીસ મથકે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...