તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંકલેશ્વરના નવાધંતુરિયામાં સોલાર સિસ્ટમ લગાવવાનું કહી સુરતના ગઠિયાએ 94 હજારની છેતરપિંડી કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 94 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતૂરિયા ગામના રહીશને સોલાર સિસ્ટમ લગાવી આપવાનું જણાવી સુરતના ગઠિયાએ 94 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતૂરિયા ગામમાં રહેતા ગણપતભાઈ ચૌહાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કુબેક કંપનીમાં નોકરી કરે છે. જેઓને સહકર્મી રસેશભાઈ પટેલે સોલાર સિસ્ટમ અંગે વાત કરી હતી. જેથી તેઓએ પોતાના ઘરે સોલાર સિસ્ટમ લગાવવા તૈયારી બતાવી હતી. જેઓને મિત્રએ સુરતના મગદલ્લા રોડ ઉપર આવેલ વેસુંની સાઈ કુટીર સોસાયટીમાં રહેતા રાહુલ સુરતી સંપર્ક નંબર આપ્યો હતો. જે બાદ તેઓએ રાહુલ સુરતીનો સંપર્ક કર્યો હતો અને તેઓને સોલાર સિસ્ટમ લગાવવા માહિતી આપ્યા બાદ સોલાર સિસ્ટમના 94 હજારથી વધુની રકમ જમા કરાવી હતી. ત્યારબાદ તેણે સોલાર સિસ્ટમ નહિ આપી છેતરપિંડી કરી હતી છેતરપિંડી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સદભાવ સોસાયટીના રહીશ સહિત બે વ્યક્તિઓને બજાર ફાયનાન્સના નામે બે ગઠિયાઓએ રૂપિયા 33 હજારથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી રચનાનગર સોસાયટીમાં રહેતા સંતોષકુમાર પાસવાન પર બજાજ ફાયનાન્સના નામે વિપિન ગુપ્તાનો ફોન આવ્યો હતો અને તેણે પ્રસનલ લોન આપવાની લાલચ આપી હતી પ્રોસિસિંગ ફી પેટે તેણે અલગ અલગ રીતે કુલ 32 હજારથી વધુ જમા કરાવ્યા હતા જે બાદ પ્રસનલ લોન ન આપી છેતરપિંડી કરી હતી.

તો આવી જ રીતે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સદભાવ સોસાયટીમાં રહેતા મનુભાઈ સોલંકીને બજાજ ફાયનાન્સના નામે દુન્સ ગુપ્તાનો ફોન આવ્યો હતો તેણે પ્રસનલ લોન આપવાનું જણાવી તેઓ પાસે પ્રોસેસિંગ ફી પેટે 1650 ભરાવ્યા હતા જે બાદ લોન નહિ આપી બીજા રૂપિયાની માંગ કરી હતી જેથી મનુભાઈ સોલંકીને તેના પર શંકા ગઈ હતી અને તેઓ છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું બંને છેતરપિંડી અંગે બજાજ ફાયનાન્સ અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...