હુમલો:રાહદારીનો મોબાઇલ લૂંટી લેવા ગઠિયાએ યુવકને ચપ્પુ મારતા ઈજા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દહેજના ગલેન્ડાથી સામંતપોર ગામે જવાના રોડ પર બનેલી ઘટના
  • દહેજ પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી

વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામેથી સામંતપોર ગામ તરફ જવાના માર્ગ પરથી એક યુવાન ચાલતો મોબાઇલ પર વાત કરતો જઇ રહ્યો હતો. દરમિયાનમાં એક શખ્સે તેની પાસેથી મોબાઇલ આંચકતાં યુવાને મોબાઇલ બચાવવા જતાં ગઠિયાએ તેના પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે આવેલી થુમર એન્જિનિયરીંગ કંપનીની કોલોનીમાં રહેતો અને મુળ નેપાલનો વતની લાલબાબુ રામલખન કાપડ સાંના 6.30 વાગ્યાના અરસામાં મોબાઇલ પર વાત કરતો કરતો ગલેન્ડાથી સામંતપોર ગામ તરફના માર્ગ પરથી જઇ રહ્યો હતો.

દરમિયાનમાં એક આછીદાઢીવાળો અને ચેક્સ શર્ટ પહેરેલો એક શખ્સ તેની પાસે આવ્યાં બાદ તેનો મોબાઇલ આંચકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાલબાબુએ તેનો મોબાઇલ બચાવવાની કોશિષ કરતાં ગઠિયાએ તેના પેટ, કમર અને છાતીના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચડી મોબાઇલની લૂંટ કરી નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...