કાર્યવાહી:યુવાનના હાથમાંથી મોબાઇલ આંંચકી બાઇક પર ગઠિયો ફરાર

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે બનેલી ઘટના

ભરૂચની શ્રવણ ચોકડીથી મઢુલી સર્કલ તરફ ચાલતો જતાં યુવાનના હાથમાંથી બાઇક સવાર ગઠિયાએ મોબાઇલ છૂંટવી બાઇક પર ફરાર થઇ ગયો હતો. યુવાને બુમરાણ મચાવી હોવા છતાં તે પકડાય તે પહેલાં ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલાં યશ કમલ કોમ્પલેક્ષ ખાતે રહેતો અને દહેજની દિપક ફિનોલેક્ષ કંપનીમાં કામ કરતો રમેશ ચીનભાઇ વણકર શ્રવણ ચોકડીથી જમવા માટે મઢુલી સર્કલ તરફ ચાલતો જઇ રહ્યો હતો. દરમિયાનમાં એસ. પી. પેટ્રોલપંપ સામેથી પસાર થતાં સમયે એક બાઇક ચાલકે પાછળથી પુરઝડપે આવી તેના હાથમાંથી મોબાઇલ આંચકી બાઇક પર રફૂચક્કર થઇ ગયો હતો.

યુવાને તેને પકડવા તેની પાછળ દોડવા સાથે બુમરાણ મચાવતાં અન્ય કોઇ તેની મદદે આવે તે પહેલાં જ ત્યાંથી નાસી છુટ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...