ઓનલાઇન પરીક્ષા:ભરૂચના કલા શિક્ષકોએ અમેરિકાના વિદ્યાર્થીઓની ભારત નાટ્યમની પરીક્ષા લીધી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લેવામાં આવી

ભરૂચની માર્ગમ ડાન્સ એકેડમીએ અમેરિકાના પેન્સિલવેનિયાની ગરીમા ડાન્સ ક્લાસિસના વિદ્યાર્થીઓની ભારત નાટ્યમની ઓનલાઈન પરીક્ષા વીડિયો કોન્ફરન્સિંગથી યોજાઇ હતી. જેમાં ભરૂચના કલા શિક્ષકોએ અમેરિકામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે.

સંગીત સમિતિના ટ્રસ્ટીઓએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ

ભરૂચ સ્થિત માર્ગમ ડાન્સ એકેડમી દ્વારા સુરત મહાગુજરાત સંગીત સમિતિના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ અમેરિકાના પેન્સિલવેનિયાના નૃત્ય ગરીમા ડાન્સ ક્લાસિસની વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લેવામાં આવી હતી. સુરત મહાગુજરાત સંગીત સમિતિના ટ્રસ્ટીઓ સુનીલભાઈ મોદી, વૈજંતીબેનની ઉપસ્થિતિમાં તા.29 મીએ ભરૂચની માર્ગમ ડાંસ એકેડમીના સંચાલક પારિસા રાજા અને મિતાલી જરીવાલા દ્વારા અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના નૃત્ય ગરિમા ડાંસ ક્લાસિસના સંચલક મનાલીબેન પટેલની વિદ્યાર્થિનીઓની ભારત નાટ્યમની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લેવાયેલી પરીક્ષામાં મહાગુજરાત સંગીત સમિતિના ટ્રસ્ટીઓએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...