વિસર્જનનું આયોજન:ભરૂચ શહેરમાં અનંત ચૌદશ નિમિતે શહેરમાં બે સ્થળો પર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામા આવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામા આવ્યા

ગણેશ મહોત્સવની સરકારી ગાઈડ લાઈન સાથે ગણેશ મહોત્સવ ઉજવવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે કોરોના મહામારીમાં POPની ગણેશ મૂર્તિઓથી તળાવો અને નર્મદા નદીમાં પ્રદૂષણ નહીં ફેલાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. જેને ભાગરૂપે ગણેશ વિસર્જનને લઈ ભરુચ નગર પાલિકા દ્વારા બે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા બંગ્લોઝની બાજુમાં મકતમપૂર-બોરભાઠા બેટ રોડ ઉપર અને બીજું કૃત્રિમ તળાવ જે.બી.મોદી પાર્ક ખાતે બનાવવામાં આવ્યું છે. જેથી વિવિધ મંડળો કે ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હોય તેવા ભાવિકોએ ગણેશજીની પૂજા-અર્ચના કર્યા બાદ જળાશયોને બદલે આ કૃત્રિમ તળાવોમાં પ્રતિમાનું વિસર્જન કરી શકશે.જેમાં આજુ બાજુના વિસ્તારો તેમજ વિવિધ સોસાયટીની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...