ફરિયાદ:મોપેડ પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું: મહિલાને નિર્વસ્ત્ર કર્યાનો આક્ષેપ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શક્તિનાથ પાસે મુક્તિનગર સોસાયટીની ઘટના, ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં મુક્તિનગર સોસાયટીમાં રહેતાં બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં એક્ટિવા પાર્ક કરતી એક મહિલા પર ત્રણ મહિલાઓએ હૂમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.જોકે, મામલામાં સામે પક્ષની મહિલાએ હૂમલાખોરો પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી કે, હૂમલાખોરોએ તેમના પર હૂમલો કરવા સાથે કપડાં ફાડી નાંખી તેમને નિર્વસ્ત્ર કરી દીધી હતી.

ભરૂચના મુક્તિનગર સોસાયટીમાં રહેતાં સીમા હરભજનસિંગ વર્માએ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની બાજુમાં છેલ્લાં બે વર્ષથી કાજલ જયેન્દ્રપ્રતાપ ગડરિયા તેમજ તેના પતિ જયેન્દ્ર, બહેન યોગિતા પ્રજાપતિ તેમજ પુત્રી પ્રેમાંશી ભાડેથી રહેવા આવ્યાં હતાં. તેઓ અવારનવાર સીમાબેન સાથે ઝડઘો કરતાં હતાં. દરમિયાનમાં સીમાબેનના ઘર પાસે ઇલેક્ટ્રીક થાંભલો તુટી ગયો હોઇ જીઇબીના કર્મીઓ રિપેરિંગ માટે આવ્યાં હતાં. કર્મીઓએ વીજ થાંભલો ગ્રાઉન્ડમાં મુકવાનો હોઇ તેમણે તેમની બાઇક તેમજ સાયકલ વૃક્ષ નીચે મુકવા જઇ રહ્યાં હતાં. તે વેળાં કાજલ તેમજ તેનું ઉપરાણું લઇ કાજલની બહેન યોગિતા તેમજ ડોલી શશીકાંત ગડરિયાઓએ ત્યાં દોડી આવી તેમને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો.

ઘટનામાં સામે પક્ષે મહિલાએ ફરિયાદ નોંધાવવા સાથે તેના સમર્થનમાં અખિલ ગડરિયા સમાજની મહિલાઓએ એસપીને આવેદન આપ્યું હતું કે, છેલ્લાં ચાર દિવસથી મહિલાના પતિ બહાર હોઇ એકલતાનો લાભ લઇ જોગીન્દર વર્મા તેમજ અન્ય એક મહિલાએ તેમના ઘરે જઇ મહિલા સાથે ઝઘડો કરી તેના કપડા ફાડી નિર્વસ્ત્ર કરી દીધી હતી. દરમિયાનમાં મહિલા મોબાઇલમાં વિડિયો બનાવવાનો પ્રયાસ કરવા જતાં તેનો મોબાઇલ પણ તોડી નાંખ્યો હતો. પરપ્રાંતિય પરિવાર દ્વારા કરાયેલાં કૃત્યને લઇને આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...