તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક ઝરમર વરસાદ વરસ્યો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં પલટો આવતા દિવસ દરમિયાન વરસાદ નોંધાયો

વરેડીઆ ચાલુ સાલે વરસાદની મોસમ મોડી થવા પામ્યા ઉપરાંત વરસાદ પણ દર વખતની સરખામણીમાં ઓછો હોવાથી અને અધૂરામાં પૂરું ભરૂચ જિલ્લામાં વાયુ પ્રદુષણ ની માઠી અસર ને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની હતી ચોમાસાના દિવસોમાં વરસાદને બદલે માથું ફાડી નાખે તેવો તાપ પડતા ખેતરોના પાકો પણ નિષ્ફળતાને આરે આવીને ઉભા હતા તેવામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા રાત્રીના કે પછી દિવસના ઝરમર ઝરમર વરસાદ પડતા ખેડૂતોએ હાશકારો લીધો છે.

ખેડૂતોના નિષ્ફળતાને આરે ઉભેલા પાકોને હાલ તો જીવતદાન મળ્યું છે પરંતુ હજુ મેહુલિયો મન મૂકીને વરસતો ન હોવાથી ખેડૂતોમાં ઉદાસીનતા પણ જોવા મળે છે મજુરીયાત વર્ગ પણ ઓછા વરસાદને કારણે ખેતરોમાં કામ ના હોવાથી મજૂરી મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જે હોય તે પણ વરસાદ પછી ઠંડક થવાને બદલે વાતાવરણમાં ઉકળાટ નું પ્રમાણ વધી જવા પામ્યું છે ખેડૂતો સારા વરસાદની રાહજોઇ રહ્યા છે.છેલ્લા બે દિવસથી રાત્રીના આકાશમાં કાળા દિમાંગ વાદળો ઘેરાય છે વીજળીના કડાકા ભડાકા થાય છે પરંતુ ઝરમરિયા વરસાદ સિવાય બીજું કઈ થતું નથી .

અન્ય સમાચારો પણ છે...