તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરલેસ હોસ્પિટલ:જુની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિ.ની મંજુરી લીધી, શરૂ કરી નવી ઇમારતમાં : ના ફાયર NOC, ના બૌડાની પરમિશન

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશમાં રહેતાં ખાલીદ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સામે બેદરકારી છતી થતાં ગૂનો : વિવિધ એજન્સીઓના રિપોર્ટના આધારે પોલીસ જાતે જ ફરિયાદી બની

ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાંં લાગેલી આગમાં 18 લોકોના મોતની ઘટનામાં કોર્ટે ઘટનાના જવાબદાર નક્કી કરવા ટકોર કરી હતી. પોલીસે ઘટનાને લઇને ભરૂચ નગરપાલિકા, બૌડા, એફએસએલ તેમજ રાજ્ય અગ્ની નિવારણ સેવા રિઝયોનલ ફાયર ઓફીસર સુરત દ્વારા આપવામાં આવેલાં અહેવાલ અને રિપોર્ટના એકત્ર કર્યાં હતાં. જેમાં હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં કોરોનાની સારવાર માટે મંજૂરી મળી હતી. જોકે, હોસ્પિટલના સંચાલકોએ નવી બિલ્ડીંગમાં કોવિડ વોર્ડ શરૂ કર્યો હતો. ઉપરાંત પાલિકાની સૂચના છતાં 7 દિવસમાં ફાયરની NOC મેળવી ન હતી. હોસ્પિટલના ટ્રસ્ટઓની બેદરકારી છતી થતાં પોલીસે વિદેશમાં રહેતાં ટ્રસ્ટી ખાલીદ પટેલ(ફાંસીવાલા) તેમજ તેમની સાથે સંકળાયેલાં અન્ય ટ્રસ્ટીઓ અને તપાસમાં નકળી આવે તેવા કસુરવારો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.

હોસ્પિટલને બેઠી પુન: કરવા ફંડરાઇઝ માટે બનાવેલાં પેજ પર 1.81 કરોડનું દાન મળ્યું
ભરૂચ વેલ્ફેર એન્ડ મેડિકલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ UK ચેરિટી (1011781) માં લંડન સ્થિત મહંમદ પટેલના પૌત્રી ઇરફાના અને પૌત્ર યુસુફ પટેલને જાણ થતાં તેઓએ તાત્કાલિક હોસ્પિટલની આગ હોનારતના હતભાગીઓ તેમજ હોસ્પિટલને ફરીથી બેઠી કરવા ફંડ રાઈઝર પેજ બનાવ્યું હતું. UK ના બ્લેકબર્ન અને પ્રેસ્ટનનાં પરિવારોએ આગથી બરબાદ થયેલી ભારતીય હોસ્પિટલ માટે 181,000 પાઉન્ડથી વધુ એકત્રિત કરવામાં મદદ કરી છે. જે ભારતીય ચલણ પ્રમાણે ₹1.86 કરોડ થાય છે. સાથે જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી લોકોના આશ્ચર્યજનક અને અદભુત સહાયના ધોધ બદલ આભાર પણ વ્યક્ત કરાયો છે, હવે તેઓનો 2,00,000 પાઉન્ડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.

બેડ નંબર-5 પાસેેના વેન્ટીલેટરમાં આગ લાગી, ICUમાં પ્રસરી
ઘટનાને નજરે જોનારી નર્સ ચાર્મી ગોહીલનું નિવેદન પોલીસે ફરિયાદનમાં ટાંક્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, બનાવની રાત્રે રાત્રે ICU - 1 માં હું , માધવી પેશન્ટોની સારવાર કરી રહ્યા હતા. તે સમયે ફારીગા ગ્લોઝ બદલવા ICU - 1 માં આવી હતી અને તેણે જુના ગ્લોઝ કાઢી બેડ નંબર -5 પાસેના કચરાની ડોલમાં નાખવા ગઈ ત્યારે બેડ પાસેના વેન્ટીલેટરનો કેબલ ઢીલો હોઇ સ્પાર્ક થતા ફારીગાએ પી.પી.ઇ. કીટમાં આગ લાગતા ફારીગાએ બુમો પાડતા હું તેને બચાવવા દોડી જતા મેં પહેરેલી PPE કીટમાં પણ આગ લાગી ગઈ હતી અને અમને બચાવવા માધવી આવી ગઈ હતી તો તેણે પહેરીલી પી.પી.ઇ. કીટમાં પણ આગ લાગતા માધવી અને ફારીગા બાથરૂમ તરફ દોડેલા તે વખતે જ લાઈટ જતી રહેતાં હું ICU - 1માંથી બહાર ભાગી હતી.

પાલિકા સહિત ચાર એજન્સીએ રીપોર્ટ આપ્યો, હોસ્પિટલ ઓથોરીટી જવાબદાર
રાજ્ય અગ્ની નિવારણ સે - વા - રિઝયોનલ ફાયર ઓફીસર સુરત

આરએફઓના તપાસ અહેવાલ મુજબ આ દુર્ઘટનાગ્રસ્ત “ “ ડેઝીગ્નેટેડ કો વિડ હોસ્પીટલ “ ખાતે ફક્ત ત્રણ થી ચાર ફાયર એક્સ્ટિંગ્યુસર જોવા મળેલ છે . તેમજ કોઇપણ પ્રકારની અન્ય ફાયર સેફટી ના સાધનો જેવા કે, ફાયર ફાઇટીંગના કામે ઓવર હેડ 10 હજાર લીટર કે તેથી વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય તેવી ટાંકી નથી, આગને પ્રાથમિક સ્તરે કાબુમાં કરી શકાય તે માટે 30 મીટરની લંબાઇ ધરાવતી નોઝલ સહીતની હોઝ રીલ નથી, સમગ્ર હોસ્પીટલમાં સ્પ્રીંકલર સીસ્ટમ નથી, ટેઇન કર્મચારી ઉપલબ્ધ નથી, પુરતા પ્રમાણમાં સ્મોક ડિટેક્ટર વીથ એલાર્મ સીસ્ટમ લગાવેલ નથી, આપાતકાલીન સંજોગોમાં ૫બ્લીક બહાર નીકળી શકે તે માટે રૂટ ખુલ્લો હોવો જોઇએ જેનો પ્રબંધ નથી, એમ.સી.બી. તથા ઇ.એલ.સી.બી સમગ્ર ઇલેક્ટ્રીક વર્કનુ ઇન્સ્ટોલેશન ઇન્ડીયન ઇલેક્ટ્રીક રૂલ્સ મુજબ કરવામાં આવેલ નથી . તેમજ રાઉન્ડ ધ ક્લોક ઇલેકટ્રીક ટેકનીશીયન હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ હોવાનું જણાયેલ નથી,કોઇ પણ ઇમરજન્સી માટેનો બચાવ પ્લાન દર્શાવેલ નથી તે સહિતના 16 મુદ્દાઓ દર્શાવાયાં છે.

પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા (FSL ) , સુરત દ્વારા પણ અહેવાલ રજૂ કરાયો
આગની ઘટના બાદ સૂરતની એફએસએલ ટીમને તપાસ અર્થે બોલાવાવામાં આવી હતી. ટીમે આગજની બાદ સ્થળનું નિરિક્ષણ કરી આગ કેવી રીતે લાગી તેનું તારણ શોધવાની કવાયત હાથ ધરી હતી. તેમણે આપેલાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આઇ સી યુ – 1 ના રૂમમાં બેડ નં- 5 અને 6 પાસેના વેન્ટીલેટર કે ત્યાં રહેલ અન્ય ઉપકરણમાંથી કે અન્ય કોઇ રીતે સ્પાર્ક મળવાથી ઓક્સીજન (O2 ) enrich હવાને કારણે ત્યાં રહેલ ગાદલા , ગ્લોઝ , સેનીટાઇઝર , બેડશીટ , પ્લાસ્ટીકની ડસ્ટબીન , દવાઓ , ઇજેકશનો વિગેરે પદાર્થોની હાજરીને કારણે આગ ઝડપથી અને વધુ તીવ્રતાથી પ્રસરી હોવાનું જણાય છે .

ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ (બૌડા)
ભરૂચ-અંક્લેશ્વર શહેરી સત્તામંડળ (બૌડા)ના પત્રમાં જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત હોસ્પીટલના બાંધકામ બાબતે વપરાશ ( BU ) પરમીશન માંગવામાં આવેલ નથી કે બૌડા દ્વારા સદર બાંધકામ માટે બાંધકામ વપરાશ પરમીશન (BU ) આપેલ નથી .

મુખ્ય અધિકારી ભરૂચ નગર પાલીકા ભરૂચ
પાલિકાના પત્ર મુજબ સંચાલકો દ્વારા નવા બિલ્ડીંગમાં ડેઝીગ્નેટેડ કોરીડ કેર સેન્ટર ચાલુ કરતા પહેલા દિ –7 માં ફાયર NOC લેવા માટે જણાવવામાં આવેલ હતું . પરંતુ પટેલ વેલ્ફર હોસ્પીટલ દ્વારા આ “ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ “ માટે ફાયર Noc મેળવવામાં આવેલ નથી . નગરપાલીકા દ્વારા 30 એપ્રિલના રોજ પટેલ વેલ્ફર હોસ્પીટલના જુના બિલ્ડીંગનુ ઓડીટ કરેલ છે . તેમ છતા સંચાલકો દ્વારા નવી કોવીડ હોરપીટલ બાબતે કોઇ માહીતી આપવામાં આવી ન હતી . આ હોસ્પીટલના સંચાલકો દ્વારા સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ ફાયર એન્ડ સેફટી ઓડીટ અંગેના નીયમોનું પાલન કરી નિયત નમુનામા ચેક લીસ્ટ ભરી નગરપાલીકા ભરૂચની કચેરીને આપેલ નથી

અન્ય સમાચારો પણ છે...