રાજ્ય ખાંડ નિયામકનો હુકમ:વાલિયા ગણેશ સુગર ફેકટરી કસ્ટોડિયન કમિટીના હવાલે, જિલ્લા રજિસ્ટ્રાર સહિત 9 સભાસદોની નિમણૂક

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલિયાના વટારીયા સ્થિત ગણેશ સુગર ફેકટરીમાં 85 કરોડના આર્થિક કૌભાંડ બાદ હવે રાજ્યના ખાંડ નિયામકે તેને કસ્ટોડિયનના હવાલે કરવાનો હુકમ કર્યો છે.વાલિયા ગણેશ સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન આણી મંડળી દ્વારા મંડળીમાં રૂપિયા 85 કરોડના આર્થિક કૌભાંડો બાદ તેઓને સભાસદ તરીકે પણ દૂર કરાયા હતા.

હવે નવી સિઝન શરૂ થવાની હોય ત્યારે હજારો ખેડૂત સભાસદોના હિત અને વહીવટી સુગમતા માટે કસ્ટોડિયનની નિમણુંક કરાઈ છે. રાજ્ય ખાંડ નિયામક બી.એમ. જોશી દ્વારા ગણેશ સુગરના કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રાર જ્યારે કમિટીમાં 9 સભાસદોની નિમણુંક કરાઈ છે. જ્યાં સુધી ગણેશ સુગરમાં ચૂંટણી ન થાય કે અન્ય કોઈ હુકમ ત્યાં સુધી એક વર્ષ માટે ફેકટરી કસ્ટોડિયન હવાલે રહેશે.

અન્ય સમાચારો પણ છે...