નિમણુંક:ભરૂચમાં માર્ગ વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતિમાં STના 290 ડ્રાઈવરોને નિમણુંક પત્રો અપાયા

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ અને કેવડિયા નવનિર્મિત બસ ડેપોનું આગામી સમયમાં લોકાર્પણ કરાશે
  • કેબિનેટમંત્રીએ ગુજરાત એસ.ટી હવે ખોટમાંથી વિકાસની પ્રગતિ કરી રહી હોવા સાથે ચિતાર રજૂ કર્યો

ભરૂચમાં એસ.ટી વિભાગમાં નિમણુંક પામેલા 290 ડ્રાઈવરોને નિમણુંક પત્રો એનાયત કરાયા હતા. પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પ્રભારી અને રાજ્યના માર્ગ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં ડ્રાઈવરોને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટમંત્રીએ ગુજરાત એસ.ટી હવે ખોટમાંથી વિકાસની પ્રગતિ કરી રહી હોવા સાથે ચિતાર રજૂ કર્યો હતો. ભરૂચ એસ.ટી વિભાગમાં અંકલેશ્વર, હાંસોટ, જંબુસર અને સેલંબા બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરાયું છે. જ્યારે ભરૂચ અને કેવડિયા બસ સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું હોવાનો ચિતાર મંત્રીએ આપ્યો હતો. જેનું આગામી સમયમાં લોકાર્પણ કરાશે.

ભરૂચ એસટી. વિભાગમાં 290 નવા ડ્રાઈવરોની નિમણુંકપત્રો આપવાના કાર્યક્રમમાં ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, DDO યોગેશ ચૌધરી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, એસટી વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજન, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...