તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની નિમણૂંક:અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 26 શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફ્રન્સ શુભેચ્છા પાઠવી

ભરૂચ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા 26 ઉમેદવારો કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા અને મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.જિલ્લા કલેક્ટરે પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. 7મી જૂનથી શાળાઓમાં તેઓ હાજર થશે.સમગ્ર રાજયમાંના ઉમેદવારોને આર્શિવચન આપવા માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા આર્શિવચન પાઠવ્યા હતા.રાજયના 2938 પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ ખાતે કલેકટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા,શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશ પંડયા નાયબ કલેકટર એન.આર. પ્રજાપતિ, ડાયટ પ્રાચાર્ય બી.પી.ગઢવી,આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્ર પટેલ,વહીવટી સંઘના પ્રમુખ અર્જુનભાઇ, ભરતી નોડલ અધિકારી સંગીતા મિસ્ત્રી અન્ય અધિકારીગણ પસંદગી પામેલ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા શિક્ષણાઘિકારી મહેતાએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...