અધિકારી નિમાયાં:ભરુચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈ એસ.એમ.એસ અને સોશિયલ મીડિયાના નોડલ અધિકારી નિમાયાં

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને લઇ ભરૂચ જિલ્લામાં એસ.એમ.એસ અને સોશિયલ મીડિયાના નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખશે
વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય સાથે ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ભરૂચ જિલ્લામાં એસ.એમ.એસ અને સોશિયલ મીડિયાના નોડલ અધિકારી તરીકે આર.આર.સરવૈયાની નિમણુંક કરવામાં આવી છે. જેઓ એસ.એમ.એસ અને સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખશે અને આચારસંહિતાનો ભંગ કરતા અને દુરોપયોગ સામે તેઓનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...