તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ધંતુરીયાના આદિવાસી માછીમારોની હેરાનગતિ અંગે કલેક્ટરને આવેદન

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેરાનગતિ કરનારા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી

ભરૂચ જિલ્લાના ધંતુરીયા ગામના આદિવાસી ભાઈઓ પણ નર્મદા નદીમાં માછીમારી કરીને ગુજરાન ચલાવે છે. આ લોકો આર્થિક રીતે પછાત હોવાના કારણે તેમની પાસે બોટ કે નાવડીની સુવિધા નહીં હોવાના કારણે તેઓ થર્મોકોલ સીટ પર બેસીને માછીમારી કરે છે.જેથી ધંતુરીયા સિવાયના અન્ય ગામના માછીમારો આવીને ડરાવી ધમકાવી માછીમારી નહીં કરવા ધમકી આપીને હેરાનગતિ કરે છે.

અપશબ્દો બોલી અને ઝઘડો કરે છે.હાલમાં જ આદિવાસી લોકો પર ત્રણ જેટલાં શખસોને માર મારવામાં આવ્યો છે. તેમાનો એક ભાઈ હાલમાં પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમના પર ખોટી રીતે પોલીસ કેસ કરાયો છે.જેના વિરોધમાં ગુરુવારો સમગ્ર આદિવાસી માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...