માંગ:ભરૂચ જિલ્લાના ગીત-સંગીત સાઉન્ડ સંગઠનનું તંત્રને આવેદન

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર શરતોને આધીન નવરાત્રી મહોત્સવની છૂટ આપે તેવી માંગ

કોરોના મહામારીના કારણે સરકાર સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા ધંધાદારી લોકોની આર્થિક હાલત ખરાબ થઇ ગઈ હતી.જોકે હવે સરકારની ગાઈડલાઈન મુજબ અનેક ધંધા વેપારોને છૂટછાટ આપવામાં આવતા જનજીવન ફરીથી ધબકતું થયું છે.પરંતુ સરકાર દ્વારા ગાયકો, સંગીતકારો અને સાઉન્ડ સિસ્ટમવાળાને કાર્યક્રમો કરવાની છૂટછાટ નહિ મળતા 6 મહિનાથી આર્થિક રીતે બેકાર બન્યા છે. જેના કારણે ગુજરાતમાંથી બેથી ત્રણ સાઉન્ડ સિસ્ટમવાળાઓએ નાસીપાસ થઈ આત્મહત્યા કરતાં હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે. ત્યારે સરકાર દ્વારા નવરાત્રી પર્વની મંજૂરી આપવાની વિચારણા ચાલી રહી છે.ત્યારે સંવેદના બતાવી સરકાર નવરાત્રિ મહોત્સવ,સામાજિક અને ધાર્મિક પ્રસંગો મહોત્સવમાં ચોકકસ શરતોને આધારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કાર્યક્રમ કરવાની છૂટ આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ગીત-સંગીત અને સાઉન્ડ સંગઠનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...