તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:જંબુસર પાલિકાના બાકીદારોને ઢોલ વગાડી વેરો ભરવા અપીલ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગર પાલિકાના અધિકારીઓ દ્વારા વેરા વસુલી માટે નવતર પ્રયોગ

જંબુસર નગર પાલિકામાં બાકી પડતા વેરા માટે મિલકત ધારકો પાલિકા વેરા નહીં ભરનારા પાલિકાએ વેરા વસુલાત માટે નવતર અભિગમ અપનાવ્યો હતો. પાલિકાએ બાકીદારો પાસે ઢોલ નગારા સાથે વેરા વસુલી માટે કર્મચારીઓ નીકળ્યા હતા.

જંબુસર નગરપાલિકા દ્વારા ઘણા સમયથી મિલ્કતદારો પાલિકામાં ભરપાઈ કરવા યોગ્ય મિલ્કત વેરા પાણી ગટર સફાઈ વેરો જે ના છેલ્લા દસ વર્ષથી બાકી પડે છે તે મિલ્કતધારકો ભરપાઈ કરતા ન હોય અને એક હજાર જેટલા બાકીદારો જેની દસ હજાર ઉપરની રકમ બાકી પડતી હોય પાલિકા તંત્ર દ્વારા બે ટીમો જેમા એમ કે મકવાણા તથા મહંમદ હનિફ મલેક ની ટીમો બનાવી ઘરે ઘરે જઈ કડક કાર્યવાહી અંગે વેરા ઉઘરાણીનો નવતર પ્રયોગ ઢોલ નગારા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેરા વસુલી માટે ઢોલ નગારા સાથે નીકળેલ પાલિકા કર્મચારીઓની કામગીરી અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હતી જે બાકીદારો ટેક્ષ ભરપાઈ નહીં કરે તો તેમના પાણી ગટર કનેકશનો બંધ કરવા અથવા મકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે બાકીદારો છે તેમણે ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા સદર વેરા ભરપાઈ કરવા બાકીદારોને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો