બંધનું એલાન:ગુજરાત બંધના શનિવારે એલાનમાં ભરૂચ જિલ્લાને જોડાવવા કોંગ્રેસની અપીલ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એક્શન મોડમાં છે. કોંગ્રેસ દ્વારા શનિવારે બંધનું એલાન અપાયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે સવારે 8થી 12 કલાક સુધી ગુજરાત બંધને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ રાજમાં આજે ખેડૂતો, નોકરિયાત, વેપારીઓ, યુવાનો દુઃખી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારી સામે લડતમાં પ્રજાને જોડાવવા અપીલ કરી છે. ગુજરાત બંધમાં ભરૂચ જિલ્લાની પ્રજાને જોડાવવા અનુરોધ કરાવમાં આવ્યો હતો. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, યુથ પ્રમુખ શકીલ અકુજી, વિરોધ પક્ષ નેતા સમસાદ અલી સૈયદ, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...