તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ભરૂચમાં APPના આગેવાનોની તેમના નેતાઓે પર થતા હુમલા રોકવા માગ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • APPના નેતાઓને સલામતી આપી આરોપીને કડક સજા કરવા આવેદન

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો ઉપર વિસાવદ અને સુરત ખાતે થયેલા હુમલાના પડઘા સમગ્ર રાજયમાં પડયા છે.જેના વિરોધમાં દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપીને હુમલાઓ રોકીને આગેવાનોને સલામતી આપવાની માગ કરાય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાનો ભૂતકાળનો જૂનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેના કારણે ભ્રહ્મસમાજમાં વિરોધ ફેલાયો છે.જોકે થોડા દીવસ પૂર્વે સુરત ખાતે એક કાર્યક્રમ હાજરી આપવા જઈ રહેલા ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામના કાફલા પર હુમલો કરીને તેમની વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં એક કાર્યકરને માર મારવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી.જેના વિરોધમાં સમગ્ર રાજ્યના જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપીને હુમલાઓ રોકીને આગેવાનોને સલામતી આપવાની માગ કરાય છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સોમવારના રોજ મોટી સંખ્યામાં આપના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેનપત્ર આપીને આમ આદમી પાર્ટીના નેતાઓને સુરક્ષા આપવા સાથે આરોપીઓને કડક સજા કરવાની માંગણીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...