તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભરૂચમાં કોરોનામાં વધુ એક વૃદ્ધાનું મોત, નવા 18 કેસઃ કુલ આંક 3209

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંક્લેશ્વરમાં 9, ભરૂચમાં 8 તેમજ ઝઘડિયામાં -1 કેસ નોંધાયો

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યાં છે.ત્યારે આજે પણ નવા 18 કેસ જિલ્લામાં નોંધાયાં હતાં. જેમાં અંક્લેશ્વરમાં 9, ભરૂચમાં 8 તેમજ ઝઘડિયાનો 1 કેસ મળી જિલ્લાનો કુલ આંક 3209 પર પહોંચ્યો હતો. કોરોનાની સારવાર વેળાં અત્યાર સુધીમાં 3019 લોકો સાજા થયાં છે. જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં એક વૃદ્ધાનું મોત થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંકડો 3209 પર પહોંચી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ કેસ ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં નોંધાઇ રહ્યાં છે. આજે નોંધાયેલાં 18 કેસોમાં પણ અંક્લેશ્વરમાં 9 અને ભરૂચમાં 8 કેસ નોંધાયાં હતાં. જ્યારે ઝઘડિયામાં 1 કેસ નોંધાયો હતો. બીજી તરફ કોરોનાને મ્હાત આપી આજે 20 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3019 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 82 તેમજ કોવિડ સેન્ટરમાં 76 મળી કુલ 158 લોકો સારવાર લઇ રહ્યાં છે.

જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં વધુ એક દર્દીનું મોત થયું હોવાનું માલુમ પડ્યું છે. જેમાં ભરૂચની જીએનએફસી ખાતે રહેતાં 75 વર્ષીય વૃદ્ધાનું કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો