તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભરૂચ પોલીસ હેડક્વાટર્સની પાસે દીવાલ ચણી દેવાતા નનામીને દીવાલ કુદી લઇ જવામાં આવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીંયા રહેતા આદિવાસી પરિવારોને અવર-જવર માટે રસ્તા નહીં હોવાથી હાલાકી

ભરૂચ પોલીસ હેડ કવાટર્સની બાજુમાં ખાનગી મિલ્કતમા બે આદિવાસી પરિવાર રહે છે.પરંતુ સદર જમીનની એક બાજુ બીએસએનએલ કંપનીની દીવાલ આવેલી હોય અવરજવર કરવા માટે આ ગરીબ પરિવાર ટીપીની જગ્યા ઉપરથી અવરજવર કરતાં હતા.

પરંતુ આ સ્થળે પોલીસ વિભાગ દ્વારા 6 ફૂટ ઊંચી દીવાલ બનાવી દીધી છે. જેથી અહીંયા રહેતા પરિવારોને કામ ધંધા અર્થે આવવું જવું હોય તો આ 6ફૂટની દીવાલ કૂદીને, જેમાં મહિલાઓને આ કૂદીને અવરજવર કરવી પડે છે.જે અંગે આ વિસ્તારના પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ એસપી કચેરીએ રજુઆત કરીને ફક્ત આ લોકોને ચાલવા પૂરતી પગદંડી રૂપે રસ્તો આપવા રજુઆત કરી હતી. પરંતુ ત્યાંથી જવાબ મળ્યો હતો કે,આ પોલીસની જગ્યા છે અને પોલીસ હેડ ક્વાટર્સને સુરક્ષીત કરવા માટે કોટ બાંધવો પડ્યો છે.

કલેક્ટરને પણ રજૂઆતો કરી ત્યાર બાદ મામલતદારે સ્થળ જોવા આવવા જણવ્યું હતું.પરંતુ ત્યાર બાદ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ત્યાં આ પરિવારના વર્ષોથી પીડાતો અસ્થિર મગજના યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેની અંતિમ યાત્રા ક્યાંથી લઈ જવીની ગંભીર પરિસ્થિતિ ઉદભવી હતી.સ્થાનિકોએ 6 ફૂટની દીવાલ કુદાવીને મૃતકને અંતિમ વિધિ માટે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...