તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાર્ષિક સભા:શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટી તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપની વાર્ષિક સભા ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક ખાતે મળી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં મૃત્યુ પામેલા ભૂદેવોને બે મિનિટનુ મૌન પાળી શ્રદ્ધાજલિ અપાઇ

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે આજરોજ ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં પ્રથમ પ્રાર્થના અને દીપ પ્રાગટય કરી વાર્ષિક સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કોરોનાકાળમાં મૃત્યુ પામેલા ભૂદેવોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાજલિ આપવામા આવી હતી.

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા ભૂદેવોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાજલિ આપ્યા બાદ પરશુરામ ક્રેડિટ સોસાયટી અને બ્રહ્મ સોશિયલ ગ્રુપમાં મહત્વપૂર્ણ કાર્ય કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વાર્ષિક હિસાબ રજૂ કરી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ શૈલેષ દવે, ઉપપ્રમુખ પ્રદીપ રાવલ, માનદમંત્રી જ્યેન્દ્ર ઉપાધ્યાય તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...