લોક દરબાર:ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરાયું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નબીપુર પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મથકના હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.આ વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારમાં ડી.વાય.એસ.પી. સી.કે.પટેલ અને સીપીઆઈ કે.વી. બારિયા, નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એમ ચૌધરી તેમજ ડેપ્યુટી સરપંચ હાફેજ ઈકરામ દસુ સહિતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...