તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વરના સિવિલ કોન્ટ્રાક્ટરની કાર જ તેમના માટે યમદૂત બની

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાગરાના કેશવાણ અને ઓચ્છણ ગામ વચ્ચે કારમાંથી મૃતદેહ મળ્યો
 • મૃતદેહ જોતાં ઘટના શંકાસ્પદ, પોલીસ ચોપડે અકસ્માતે મોત નોંધાયંુ

અંકલેશ્વરમાં રહેતા સિવિલ કોન્ટ્રાકટરની સ્વીફ્ટ કાર તેમના માટે જ યમદૂત બની હતી. વાગરા તાલુકાના કેશવાણ-ઓચ્છણ માર્ગ પરથી બપોરે સાઇટ પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરની કારમાં અચાનક આગ લાગી હતી. જે બાદ કાર લોક થઇ જતા કોન્ટ્રાકટરનું કારમાં જ મોત નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતુ.

અંકલેશ્વર નાલંદા બંગલોઝમાં રહેતા અલ્પેશ અમૃતલાલ પટેલ સિવીલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય તમનો કોન્ટ્રાક્ટ હાલમાં વાગરા તાલુકાના ત્રાંકલ અને કેશવાણ ગામે ચાલતો હતો. અંકલેશ્વરથી 31 માર્ચે રોજિંદા ક્રમ મુજબ પોતાની સ્વિફ્ટ કાર લઇને કામ અર્થે વાગરા નીકળ્યા હતા. કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે રોડની સાઇડે પટેલ વાગરા તરફ આવતા હતા તે દરમ્યાન કારમાં આગ લાગતા કાર લોક થઇ ગઈ હતી. સેન્ટ્રલ લોકના લીધે દરવાજા નહીં ખુલતા અલ્પેશ પટેલનું ડ્રાઇવિંગ સીટ પર સળગી જતા મૃત્યુ પામ્યા હતા. તેઓની લાશને ગાડીના કાચ તોડી બહાર કાઢી વાગરા પોલીસે પી.એમ અર્થે વાગરા સરકારી દવાખાને લઇ ગયા હતા.વાગરા પોલીસે મૃતકના નાના ભાઈ જીજ્ઞેશની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો