રજૂઆત:અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2005 બાદ જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવી લેવાય તેવી માંગ કરાઈ

અંકલેશ્વરમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આજે ગુરૂવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં 1 એપ્રિલ 2005 બાદ જોડાયેલા શિક્ષકો માટે નવી પેન્શન યોજના જે શિક્ષકોને મંજૂર ન હોવાથી જૂની પેન્શન યોજનામાં સમાવી લેવાય તેવી માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાતં ધો. 3 થી 8માં ચાલતા વિવિધ પ્રોજેક્ટો સંદર્ભે, શિક્ષકોને સોપાતી બિન શૈક્ષણિક કામગીરી, સ્કૂલ ઇન્સ્પેક્ટર પ્રથા બંધ કરવી જેવા મુદ્દાઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...