તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌ માસ ઝડપાયું:અંકલેશ્વર તાલુકા પોલીસે ખરોડ ગામની સીમમાં આમલાખાડી નજીકથી ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ10 દિવસ પહેલા
 • સ્થળ પરથી પાંચ વાછરડા સહિત સાત જીવતા પશુઓને મુક્ત કરાવ્યા
 • પોલીસે રૂપિયા 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામની સીમમાં આમલાખાડી નજીકથી ગૌ માંસનો જથ્થો અને સાત પશુઓને પોલીસે મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે રૂપિયા 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામની મદ્રેશાથી થોડે આગળ સીમમાં આમલાખાડી નજીક ગાયોની કતલ થઈ રહી છે. જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 700 કિલો ગૌ માંસનો જથ્થો કબ્જે કર્યો હતો અને જીવતા પાંચ વાછરડા તેમજ બે ગાય મળી કુલ સાત પશુઓને મુક્ત કરાવ્યા હતા. તથા પોલીસે સ્થળ પરથી કતલ કરવાના સાધનો અને ગૌ માંસનો જથ્થો મળી કુલ રૂપિયા 70 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો