મેગા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ:અંકલેશ્વરના ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે ન્યાલકરણ ગ્રુપ દ્વારા અંકલેશ્વર પ્રીમિયર લીગ સિઝન-1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સ્વાસ્થ્ય પ્રેમી ખેલ રસિકો માટે અંકલેશ્વર પ્રીમિયર લીગ સિઝન-1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગતરોજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,માધવપ્રિય સ્વામી,વિવેક સાગર સ્વામી અને રમેશ સવાણી તેમજ એ.આઈ.એ. પ્રમુખ જશુ ચૌધરી,જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ,તાલુકા અને જી.આઈ.ડી.સી.ના પી.આઈ સહીત આમંત્રિતો,ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ટેનિસ બોલ પર રમાશે અને વિજેતા ટીમ ને એક લાખ રૂપિયાનું ઇનામ અપાશે.

અન્ય સમાચારો પણ છે...