દારૂની હેરાફેરીનો નવો કીમિયો:અંકલેશ્વર પોલીસે જીતાલી રોડ પરથી પાણીના થર્મોસમાં સંતાડીને લઇ જવાતો દારૂ ઝડપ્યો, ત્રણની ધરપકડ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે દારૂના જથ્થા અને રિક્ષા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી

અંકલેશ્વર તાલુકાના જીતાલી-સેંગપુર રોડ ઉપર અવનવી રીતે દેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં શખ્સો પાસેથી પાણીના થર્મોસમાંથી દારૂ પકડાયો હતો. પોલીસે દારૂના જથ્થા અને રિક્ષા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જિલ્લામાં દારૂની રેલમછેલ અટકાવવા કડક સૂચનાઓ આપી છે. ત્યારે બુટલેગરો પણ અવનવા કિમીયા અજમાવી દેશી-વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વર તાલુકાના જીતાલી સેંગપુર રોડથી સામે આવ્યો છે. રીક્ષા નંબર-જી.જે.16.એ.ટી.5693માં દેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે જીતાલી-સેંગપુર રોડ પર વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા એક ક્ષણ તો પોલીસ પણ દેશી દારૂ સંતાડવાની બુટલેગરોની આવડત જોઈ ચોંકી ઉઠી હતી. પોલીસે રીક્ષામાં રહેલા પાણીના થર્મોસમાંથી 18 લીટર દારૂ અને રીક્ષા કબજે કરી ભડકોદ્રા ગામની શનીવાળી પાર્ક સોસાયટીમાં રહેતા બલરામસિંગ રવીન્દ્રસિંગ ચૌહાણ, અનીલ અકબરસિંગ ઠાકુર અને દિલીપ પુના વળવીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનારી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...