તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:અંકલેશ્વર પોલીસે સેંગપુર ગામેં ધુળેટીના દિવસે ખેલાયેલા ખૂની ખેલના મામલામાં અન્ય સાત લોકોની અટકાયત કરી

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધુળેટીના દિવસે કુતરાને કલર લગાવવા બાબતે યુવકની હત્યા કરાઇ હતી
 • સાત આરોપીઓને પોલીસે પહેલાં ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામેં ધૂળેટીના દિવસે કલર લગાવવા બાબતે થયેલ ખૂની ખેલના મામલામાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય સાત લોકોની રાયોટિંગના ગુના હેઠળ અટકાયત કરી છે.

અંકલેશ્વર તાલુકાનાં સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતા દીલીપ વસાવાએ ધૂળેટીના દિવસે ગામની પરણીતા સંગીતા વસાવાના શ્વાનને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે બાદ સંગીતા વસાવાએ તેના પિયરથી તેના ભાઇઓ અને નવ લોકોને સેંગપુર ખાતે બોલાવ્યા હતા અને આઠેય આરોપીઓએ એકસંપ થઇ મહિલાના શ્વાનને કલર લગાવવા બાબતે યુવાનના સંબંધીઓ સાથે મારમારી કરી હતી તે દરમિયાન છોડાવવા વચ્ચે પડતાં દિલિપ વસાવાને માથામાં લાકડું મારતાં તેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું.

બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે મહિલા સહિત નવ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત મહિલા આરોપીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે બાતમીના આધારે આરોપીઓને જીતાલી ગામના વાઘરી ફળિયાના ખાડી કિનારેથી આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો આઠ પૈકી સર્જન ડાહ્યા વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મારમારીમાં સંડોવાયેલ અન્ય સાત લોકોની રાયોટિંગના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો