તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:અંકલેશ્વર નગરપાલિકાના કર્મીનું કોરોના દરમિયાન મૃત્યુ થયુ, સરકાર દ્વારા પરિવારને રૂ.25 લાખનો ચેક અર્પણ કરાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવતા પરિવારને રાહત મળી છે

અંકલેશ્વર ન.પા.ના કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થયુ હતુ. જેમાં સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાઇ છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવતા પરિવારને રાહત મળી છે.

રોજમદાર તરીકે ફરજ બજાવતા ભારત રાણા કોરોનાથી મૃત્યુ પામ્યા

અંકલેશ્વર નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા એક કર્મીનું કોરોના દરમિયાન મૃત્યુ થતા તેના પરિવારને રૂ. 25 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા ભારત રાણાને કોરોના કાળ દરમિયાન વોટર વર્ક અને કન્ટેન્મેન્ટ ઝોન અંગેની કામગીરી સોપવામાં આવી હતી.

ચેક પરિવારને અર્પણ કરવામાં આવ્યો

કામગીરી દરમિયાન તેઓને કોરોના થયો હતો અને તેઓનું મૃત્યુ થયું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અંગે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. અને જેના આધારે મુખ્યમંત્રી ફંડમાંથી તેઓના પરિવારને રૂ. 25 લાખની સહાય આપવામાં આવી હતી. આજરોજ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વાસવાની હાજરીમાં આ ચેક તેઓના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...