• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar Municipality Removes More Than 20 Illegal Pressures On The Main Road Connecting Bharuchi Naka With The Railway Station

દબાણ હટાવ ઝૂંબેશ:અંકલેશ્વર પાલિકાએ રેલવે સ્ટેશનથી ભરૂચી નાકાને જોડતા મુખ્ય માર્ગ પરના 20થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણો ઉભા કરતા રાહદારીઓ સાથે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો
  • નગર પાલિકા દ્વારા ગઈકાલે દબાણ કર્તાઓને સૂચના આપવામાં આવી હતી

અંકલેશ્વર નગર પાલિકાએ શહેરના રેલવે સ્ટેશનથી ભરૂચી નાકાને જોડતા મુખ્ય માર્ગ પરના 20થી વધુ દબાણો દૂર કર્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. આ પહેલા પણ પાલિકા દ્વારા નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ફરીથી પથારાવાળાઓ અને વેપારીઓએ ગેરકાયદેસર દબાણો ઉભા કરતાં વાહન ચાલકો અને રાહદારીઓને પડતી હાલાકીને લીધે પાલિકાએ આજે બુધવારે આ પગલું ભર્યુ હતું.

અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી લઇ ભરૂચની નાકા સુધી મુખ્ય માર્ગ ઉપર દબાણોને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી નગર પાલિકા દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારવા આવી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી વેપારી અને પથારાવાળાઓએ ગેરકાયદેસર દબાણો ઉભા કરતા રાહદારીઓ સાથે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ટ્રાફિકની સમસ્યા ઉદભવતા નગર પાલિકા દ્વારા ગઈકાલે મંગળવારે દબાણ કર્તાઓને સૂચના આપવામાં આવી હતી. જેના બાદ આજે બુધવારના રોજ નગર પાલિકાની ટીમ દ્વારા રેલવે સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ દબાણ હટાવો ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...