તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવા હેઠળ અંધારુ જેવો ઘાટ:અંકલેશ્વર નગરપાલિકાએ જર્જરિત ઈમારતોને ઉતારી લેવા નોટીસ આપી, પણ પાલિકાની કચેરી જ જોખમી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર નગરપાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત
  • ભ્રષ્ટાચારને નાથવાને પ્રાથમિકતા આપો - વિપક્ષના નેતાની નસીહત

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જર્જરિત ઈમારતોને ઉતારી લેવાની નોટીસ ફટકારી છે. પરંતુ નગર પાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. તેને નોટીસ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન લોકો કહી રહ્યાં છે.

નગરની 260 થી વધુ ઈમારતોને નોટીસ ફટકારી

ચોમાસુ આવે ત્યારે નગરપાલિકા દ્વારા નગરની જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટેની નોટીસ ફટકારવામાં આવે છે. જેથી આ ઈમારતો ધરાશાયી ન થાય અને અન્ય મિલકત કે જાનમાલને નુકસાન ન થાય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ નગરની 260 થી વધુ ઈમારતોને નોટીસ ફટકારી છે. જો કે જોવા જેવી બાબત એ છે કે અંકલેશ્વર નગરપાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ચોમાસા દરમિયાન આ કચેરી પણ પાણીથી ભરાઈ જાય છે. અનેક ઓફિસમાં પાણી ટપકે છે.

ઓફિસમાં પોપડા પણ ઉખાડવા માંડ્યા

ઉપરાંત અત્યંત જુનું બાંધકામ હોવાથી ઓફિસમાં પોપડા પણ ઉખાડવા માંડે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ કચેરીને ઉતારી લેવા માટે નોટીસ કોણ ફટકારશે? વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરજનોને સમારકામ કરવા માટે નોટીસો આપવી જોઈએ. પરંતુ સત્તાધીશો ભ્રષ્ટાચાર કરવામાંથી જ ઊંચા નથી આવતા. નગરપાલિકાએ નગરજનોની સવલતો ઉભી કરવી જોઈએ તેના બદલે તેઓ લોકોને હેરાન કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...