તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:અંકલેશ્વર નગર પાલિકાએ રૂપિયા 14 લાખના ખર્ચે બે પિકઅપ બસ સ્ટેન્ડ બનાવ્યા, રિક્ષા ચાલકો અને ફ્રૂટ લારીઓનો અડિંગો થતાં લોકોમાં રોષ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પતરાના શેડ ઉભા કરી બસ સ્ટેન્ડનું નામ આપનાર તંત્ર સામે વિપક્ષ નેતાના આક્ષેપ

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 14 લાખના ખર્ચે બનાવેલા બે પિકઅપ બસ સ્ટેન્ડ રિક્ષા ચાલકો અને ફ્રૂટની લારીઓ વાળાએ અડિંગો જમાવતા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યા છે.

પિકઅપ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો નહિ પરંતુ રિક્ષા સ્ટેન્ડ અને ફ્રૂટ સ્ટેન્ડ બની ગયું

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા ભરૂચિ નાકા અને નગર પાલિકા કચેરી પાસે મુસાફરોને અગવડ નહિ પડે તે માટે રૂપિયા 14 લાખના ખર્ચે બનાવેલા બે પિકઅપ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે પિકઅપ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો નહિ પરંતુ રિક્ષા સ્ટેન્ડ અને ફ્રૂટ સ્ટેન્ડ બની ગયું છે. રિક્ષા ચાલકો અને ફ્રૂટની લારીના વિક્રેતાઓએ અડિંગો જમાવ્યો છે. જેથી લોકોમાં રોષ ફેલાયો છે.

ભ્રષ્ટાચારના ગુલદસ્તામાં વધુ એક ફૂલનો ઉમેરો કર્યો હોવાના આક્ષેપ

ત્યારે નગર પાલિકાના વિપક્ષી નેતા જહાંગિર પઠાણએ અંકલેશ્વર નગર પાલિકાના વહીવટને વાળ જ ચીબળા ગળે તો ફરિયાદ કોને કરવાની તેવા આક્ષેપ કર્યા હતા. અને વધુમાં તેઓએ બે પતરાના શેડ ઉભા કરી બસ સ્ટેન્ડ નામ આપી ભ્રષ્ટાચારના ગુલદસ્તામાં વધુ એક ફૂલનો ઉમેરો કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે તંત્ર બંને બસ પિકઅપ બસ સ્ટેન્ડ પર કબ્જો કરનાર રિક્ષા ચાલકો અને ફ્રૂટની લારી ધારકો સામે પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...