તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર જાગ્યું:અંકલેશ્વર નગરપાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સેનેટાઈઝરનો છંટકાવ કરાયો

ભરૂચ2 મહિનો પહેલા
 • બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
 • ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધતા કેસના પગલે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. જોકે હજુ ભરૂચ નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે.

ભરૂચ નગરપાલિકાનું તંત્ર હજુ ઘોર નિંદ્રામાં
ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન મોટાપાયે વધી રહ્યાં છે. સરકારી આંકડાઓથી વિપરીત જિલ્લામાં કેસની સંખ્યા ત્રણ ઘણી હોય છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરના બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં સ્લમ વિસ્તારમાં સેનેટાઈઝરનો છંટકાવ કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છેકે અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર મોડે મોડે પણ જાગ્યું ખરું.

તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. અને નગરમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે નગરજનોની સ્વાસ્થ્યની ચિંતા કરી યોગ્ય નિર્ણયો કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

મોટાભાગના ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ સંક્રમિત
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. અને અનેક કર્મચારીઓ ઉદ્યોગોમાં ફરજ બજાવે છે. ત્યારે હાલમાં પ્રસરતો કોરોના જિલ્લામાં કાળો કહેર વર્તાવી રહ્યો છે. તેવામાં ઉદ્યોગોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગપતિઓ પણ કોરોનામાં સપડાયા છે. તો ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ઉદ્યોગોમાં સેંકડો કર્મચારીઓ કામ કરતા હોય છે. ત્યારે ઉદ્યોગોમાં પ્રસરેલો કોરોના વધુ ઘાતક સાબિત થઈ શકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો