તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદાનો ભંગ:અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ બિન્દાસ્ત માસ્ક વગર ઝડપાયા, પાલિકા પ્રમુખે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

ભરૂચ11 દિવસ પહેલા
 • પાલિકાના કર્મચારીઓ અને પદાધિકારીઓ માસ્ક વિના ફરજ બજાવતા નજરે ચઢ્યા હતા
 • વીડિયો પાલિકા પ્રમુખ સુધી પહોંચતા પાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહી કરી

અંકલેશ્વર પાલિકા તંત્ર હાલ વેપારીઓ, દુકાનદારો, વાહનચાલકો, પ્રજાને માસ્ક પહેરવા અને સેનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સ સહિતનું કડકાઇથી પાલન કરાવી રહી છે. જે ઘણી આવકારદાયક બાબત છે. માસ્ક વિના ફરતા કે ઝપટે ચઢતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પાલિકા તંત્ર જ ખુદ આ નિયમો અને સાવધાનીઓનું પાલન કરી રહ્યું નથી. બુધવારે અંકલેશ્વર પાલિકામાં જાણે કોરોના હોય જ નહી અને પાલિકા કોરોના મુક્ત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાલિકાના કર્મચારીઓ અને પદાધિકારીઓ માસ્ક વિના ફરજ બજાવતા નજરે ચઢ્યા હતા. પાલિકા તંત્રના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જ માસ્ક નહિ પહેરે તો સંક્રમણ તૂટવાને બદલે વધી શકે છે. અને તેઓ પોતે સાથે અન્યોને પણ કોરોનાગ્રસ્ત કરી શકે છે. હવે પાલિકામાં માસ્કની સખત અમલવારી અને જે માસ્ક નહિ પેહરનારને દંડની કાર્યવાહીનું પાલન કોણ કરાવશે તેવા સવાલો પ્રજામાં ઉભા થયા છે. નગરમાં પાલિકા તંત્રમાં જ વગર માસ્કે થતી કામગીરીના વીડિયો વાયરલ થતા પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓના માસ્ક બાબતે વીડિયો વાયરલ થયા બાદ નગરપાલિકાના કર્મચારીઓને દંડ મળ્યો છે. જેમાં વાયરલ વીડિયોના આધારે કર્મચારીઓને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીડિયો પાલિકા પ્રમુખ સુધી પહોંચતા પાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો