NRI મુરતિયો છેતરી ગયો:અંકલેશ્વરની યુવતીના લગ્ન કેનેડિયન યુવક સાથે થયા, પત્નીને લિધા વગર મુરતિયો વિદેશ જતો રહ્યો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નબાદ કેનેડા સાથે નહિ લઈ જતા અને પત્નીનો દરજ્જો આપવાની ના પાડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરના જીઆઇડીસીમાં રહેતા એક પરિવારને NRI મુરતિયાની પસંદગીમાં છેતરાવાનો વારો આવ્યો છે. કેનેડાથી લગ્ન કરવા આવેલા યુવકે લગ્નબાદ પત્નીને કેનેડા નહિ બોલાવી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અંકલેશ્વરની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતા પરિવારે તેમની દિકરીના લગ્ન માટે સમાજના જ કેનેડા રહેતા નિસર્ગ ભટ્ટ નામના યુવકની પસંદગી કરી હતી. ગત 14 ફેબ્રુઆરી 2020 માં કેનેડાથી નિસર્ગ ભટ્ટ તેના માતા-પિતા નૈનેશભાઈ અને રક્ષાબેન સાથે અંકલેશ્વર આવતા કોર્ટમાં 18 મીએ જાની પરિવારે દીકરીના લગ્ન કરાવ્યાં હતા.

NRI પતિ અંકલેશ્વરમાં 13 દિવસ રોકાઈ પરિવાર સાથે ફરી કેનેડા ઉપડી ગયો હતો. ત્યારબાદ પત્નીને કેનેડા નહિ બોલાવી બહાને બાજી શરૂ કરવા સાથે પતિ અને સાસરિયાએ ફોન ઉપર માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે કેનેડા નહિ લઈ જવાનું અને પત્નીનો દરજ્જો આપવાની ચોખ્ખી ના પાડી દેતા NRI પતિ અને સાસરિયા સામે પત્નીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...