ફ્લેગ માર્ચ:પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યુ

ભરૂચએક મહિનો પહેલા
  • ભડકોદ્રા ગામ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારોનો ફૂટ પેટ્રોલિંગ થકી ચિતાર મેળવાયો

અંકલેશ્વર ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને જીઆઇડીસી પોલીસ દ્વારા ભડકોદ્રા ગામ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેના થકી સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોનો ફૂટ પેટ્રોલિંગ થકી ચિતાર મેળવ્યો હતો.

અંકલેશ્વર ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી અલગ-અલગ પોલીસ મથકોના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી ભૌગોલિક સ્થિતિનો ચીતાર મેળવવાની કવાયત હાથ ધરાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી ટાળે સંવેદનશીલ કે અતિસંવેદનશીલ વિસ્તારોમાં હુલ્લડ થાય ત્યારે તાત્કાલિક જગ્યા પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવાના હેતુથી આ માર્ચ યોજાઈ હતી.

ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ભડકોદ્રા ગામ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વિવિધ વિસ્તારોનો ફૂટ પેટ્રોલિંગ થકી ચિતાર મેળવ્યો હતો. નોંધનીય છે કે આ ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...