તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારધામ ઝડપાયું:અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દેસાઈ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ટ્રેડ સેન્ટર નજીકથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિદ્ધિ સિદ્ધિ ટ્રેડ સેન્ટરની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા
 • પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા બે હજાર મળી કુલ ત્રણ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દેસાઈ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ટ્રેડ સેન્ટરની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા.

પાર્કિંગની જગ્યામાં જુગાર રમતા એક જુગારિયાને ઝડપી પાડ્યો

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા બે હજાર મળી કુલ ત્રણ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા પોલીસે જુગાર રમતા 500 કવાટર્સ ખાતે રહેતા રમેશ પટેલ અને ઓમપ્રકાશ સાકરીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે જુગારીયા ફરાર થઈ ગયા હતા. તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડીના સર્વિસ રોડ ઉપર બાઈક પાર્કિંગની જગ્યામાં જુગાર રમતા એક જુગારિયાને ઝડપી પાડ્યો હતો.

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ભક્તિ નગરમાં રહેતા હિંમત પટેલને ઝડપી પાડ્યો

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોળી-ધુળેટીના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી વડોદરાથી સુરત તરફ જવાના સર્વિસ રોડ ઉપર ચાની લારી પાછળ બાઈક પાર્કિંગની જગ્યામાં ચાલતા જુગરધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11 હજાર અને એક ફોન મળી કુલ 16 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં પોલીસે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ભક્તિ નગરમાં રહેતા હિંમત પટેલને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો