તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં કામ બાબતે બોલાચાલી થઇ, એક કામદારે અન્ય કામદારને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દિધો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશ યાદવ નામના કામદારની ફરિયાદના આધારે હત્યારાની શોધખોળ શરૂ કરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

ઉશ્કેરાયેલા ભગવાન દાસે આનંદ યાદવને છાતીના ભાગે ચપ્પુના ધા માર્યા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જીઆઈડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલા ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામદારની હત્યાનો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આનંદ યાદવની અન્ય કામદાર ભગવાન દાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. બન્ને વચ્ચે કામ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ભગવાન દાસે આનંદ યાદવને છાતીના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.

મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો

આ અંગેની જાણ અન્ય કામદારોને થતાં તેઓએ આનંદ યાદવને તાત્કાલિક સારવાર અર્થે જયા બહેન મોદી હોસ્પિટલ ખસેડયો હતો. જો કે ત્યાં તેનું મોત નીપજયું હતુ. બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે રમેશ યાદવ નામના કામદારની ફરિયાદના આધારે હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...