તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર GIDC પાસે આવેલ વર્લ્ડ ચોકડીથી નિલેષ ચોકડી તરફ જવાના માર્ગ પર પોતાના ઘરે જઇ રહેલા ઘના વસાવા લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીના ગેટ પાસે પસાર થતાં દરમિયાન બે અજાણ્યા ઇસમો બાઇક નં.GJ-16-AE-4041 ઉપર આવી ઘના વસાવાને પથ્થર વડે માથાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં બંને આરોપીઓ તેમનો ફોન લઈને નાસી છૂટયા હતા.
બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનો નોધવા પામ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ તપાસના આધારે લૂંટનો ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો હતો. અને પોલીસે ગુનાને અંજામ આપનાર આરોપી લક્ષ્મણ ઉર્ફે લખી ભીમસીંગ સનમની ધરપકડ કરી છે. આરોપી મૂળ ધનગડી, નેપાળનો છે અને હાલમાં RBL કોલોની, જોગર્સ પાર્ક પાસે, GIDC અંકલેશ્વર ખાતે રહે છે. અંકલેશ્વર GIDC પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.