તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના શંકાસ્પદ ભંગાર સાથે ઈકો કાર ઝડપી, રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 6 હજારના ભંગાર સહિત 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • પોલીસે બે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વરની ભાગ્યોદય હોટલ નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલી ઈકો કાર સાથે ભરૂચના બે ઇસમોને ઝડપી પાડી કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચથી રાજપીપળા ચોકડી થઈ ઈકકો કાર (નંબર Gj-16-z-5593)માં ચોરીનો ભંગારનો જથ્થો અંકલેશ્વર શહેરમાં લાવવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસ મથક્નો સ્ટાફ ભાગ્યોદય હોટલ નજીક વોચમાં હતો તે દરમિયાન બાતમી વાળી ઈકો કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી 335 કિલો સળિયાનો ભંગાર મળી આવ્યો હતો.

પોલીસે ભંગાર અંગે પૂછપરછ કરતાં કારમાં સવાર બે ઇસમોએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 6 હજારથી વધુનો ભંગાર અને ઈકો કાર મળી કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી મદીના પાર્ક રેસિડેન્સીમાં રહેતા શાહીલ સાફિક અબ્બાસ મલેક અને અસ્ફાક સુલેમાન વલી આદમ ગાયનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...