તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:અંકલેશ્વર શહેર પોલીસે નોગામા જવાના માર્ગ પરથી ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 1.22 લાખનો વિદેશી દારૂ સહિત 2.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પોલીસને જોઈ બુટલેગર કાર મૂકી થયો ફરાર

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે નોગામા જવાના માર્ગથી માંડવા ગામના બુટલેગરની ઈક્કો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી કુલ રૂપિયા 2.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યોઅંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નોગામા પાટિયાથી નોગામા ગામમાં જવાના માર્ગ પર પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન એક ગાડી ત્યાથી પસાર થઈ રહી હતી. જેને પોલીસે અટકાવી હતી. પોલીસને જોઈ અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતો બુટલેગર અરવિંદ મહેશ વસાવા કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 1412 નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 1.22 લાખનો વિદેશી દારૂ અને કાર મળી કુલ 2.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોભરુચ જિલ્લા પોલીસે પણ બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યાં હતા. ભરુચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે સ્ટેશન રોડ ઉપર આવેલા ઠાકોર રેસ્ટોરન્ટની પાછળ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ફાંટા તળાવ વૈરાગીવાડમાં રહેતા બુટલેગર પ્રતિક ઉર્ફે રાધે બિપિનચંદ્ર કાયસ્થને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

મહિલા બુટલેગર ઝડપાઈઅંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામની નવી નગરી ખાતે રહેતી મહિલા બુટલેગર સુશિલાબેન વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી કુલ 1200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...