વિદેશી દારૂ:અંકલેશ્વર શહેર પોલીસે પાર્કિંગમાં સીઝ કરેલી ટ્રકમાંથી રૂ. 2.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટલ સાઈડે હિલ્ટનની પાછળ કાકા પાર્કિંગમાંથી દારૂ ઝડપાયો

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે પાર્કિંગમાં સીઝ કરાયેલી ટ્રકમાંથી રૂપિયા 2.25 લાખનો વિદેશી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ઈદે મિલાદના બંદોબસ્તમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટલ સાઈડે હિલ્ટનની પાછળ કાકા પાર્કિંગ હબમાં એક ટ્રક સીઝ કરાઈ છે, જેમાં વિદેશી દારૂનો જત્થો છે. જેના આધારે સુત્રોએ રેડ કરતા પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રક નંબર (GJ-12-AT-6313)માં તાળ પતરીની નીચે વિદેશી શરાબના બોક્સ મળી આવ્યા હતા. તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની બોટલોનો જત્થો કીમત રૂ. 2.25 લાખ મળી આવ્યો હતો.

આ ટ્રક અંગે પૂછપરછ કરતા તેના ચાલકનું નામ વિરાજ રાણા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ટ્રક સહીત કુલ ૧૨. ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર ટ્રક ચાલક વિરાજ રાણા તથા અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરી છે. તો આવીજ રીતે પાલેજ નવીનગરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલાં દરોડામાં દેશી-વિદેશી દારૂ વેંચતા બુટલેગર પિતા-પુત્ર સાથે 2 પીધેલાઓને પણ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

પાલેજની નવી નગરીમાં રહેતો મનોજ સોમા ભાઈ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાંની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રેડ પાડવામાં આવી હતી. જેમાં બુટલેગર નાં ઘરેથી રૂ. 3280 નો દારૂનો જથ્થો, વેપલા થકી રોકડા 50 હજાર, 4 મોબાઈલ સાથે પુત્ર ગણેશ વસાવા, દારૂ પીવા આવેલા વડોદરાના મંગલ ચંદ ખટિક અને પાલેજના કેયુર પટેલની ધરપકડ કરાઈ હતી. આ જથ્થો સવિતા અને મંગળ વસાવા આપી જતા હોય બન્નેને વોન્ટેડ જાહેર કરી પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...