સ્પાની આડમાં દેહવ્યાપાર:અંકલેશ્વરમાં બે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, સ્પાની મહિલા માલિક ફરાર

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને સ્પાના સંચાલકોને ઝડપી પાડ્યા
  • ગ્રાહક પાસેથી બે હજાર રૂપિયા વસુલવામાં આવતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર.-21 કોમ્પ્લેક્ષમાંથી સિલ્વર અને ગોલ્ડન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી બે સંચાલકોને ઝડપી પાડ્યા હતા. જયારે સ્પાના મહિલા માલિક ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર.-21 કોમ્પ્લેક્ષમાં સિલ્વર અને કાપોદ્રા પાટિયા સ્થિત ગોલ્ડન સ્પાના આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી જી આઈ.ડી.સી પોલીસ મથકના વી.એ.આહીરને મળતા તેઓ વિભાગીય પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પી.એસ.આઈ. વી.એ.આહીર, બી.એ.રાઠવા સહિત 6 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા.ડમી ગ્રાહક સ્પા જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા પોલીસે રેડ કરી હતી પોલીસે કાઉન્ટર ઉપરથી સ્પાનો સંચાલક મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરની પ્લેટિનમ પ્લાઝાની સામે રહેતો રાજબ સલીમ શેખ સહી બે ઈસમો મળી આવ્યો હતો જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી તો અન્ય રૂમમાંથી બે યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી.

પોલીસે સ્પાના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી અને કાઉન્ટર, અંગ ઝડતીમાંથી રોકડા અને 1 મોબાઈલ મળી કુલ રૂપિયા 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ સંચાલકની પુછપરછ કરતા તેને આ સ્પા કોસમડીની સ્ટાર રેસીડેન્સીમાં રહેતી અહાના તોસીફ ખત્રીનું હોવાનું જણાવ્યું હતું અને તે કાપોદ્રા પાટિયા પાસે ગોલ્ડન સ્પા ચલાવતી હોવાનું જણાવતા પોલીસે ગોલ્ડન સ્પા ખાતે રેડ કરતા સ્પાનું શટર બંધ કરતા સંચાલક શનિ રામવિલાસ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જયારે બંને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...