આખલાએ ફંગોળ્યા:વાલિયા ગામના મુખ્ય બજારમાં આંખલાનો આતંક, ખરીદી કરવા આવેલા વૃદ્ધ સહિત વેપારી પર હુમલો કરી ફંગોળ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • આંખલાએ વુદ્ધ પર હુમલો કરતા વુદ્ધને ઈજાઓ પહોંચી
  • સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં

ભરૂચ જિલ્લાના વાલિયા ગામમાં રખડતા પશુઓનો ફરી જમાવડો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ રાહદારી અને બજારમાં ખરીદી કરવા આવતા લોકો પર હુમલો કરતાં હોવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે, ત્યારે ગુરૂવારે સાંજના સમયે વાગલખોડ ગામના વૃદ્ધ ખરીદી કરવા આવ્યાં હતા તે દરમિયાન પાછળથી ધસી આવેલા આંખલાએ વૃદ્ધ ઉપર હુમલો કરી તેને હવામાં ફંગાળ્યો હતો. જેને પગલે તેઓને ઇજાઓ પહોંચી હતી.

બજારમાં ખરીદી કરવા આવતા લોકોમાં ડર

આંખલાના હુમલાને કારણે નાસભાગ મચી હતી. જે બાદ ફ્રૂટના વેપારી અર્જુનભાઈ પર પણ આંખલાએ હુમલો કરી તેઓને પણ હવામાં ઉછાડ્યા હતા. આંખલાના આતંકને પગલે વાલિયા બજારમાં ખરીદી કરવા જતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. વૃદ્ધ પર કરેલા હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યાં છે. જેમાં આંખલો હુમલો કરતાં નજરે પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...