આવેદન:ધર્માંતરણના નામે થતી હેરાનગતિ સામે ખ્રિસ્તી સમાજમાં રોષ ફેલાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયભરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યાં

રાજયમાં ધર્માંતરણની છાશવારે ઉઠતી ફરિયાદો વચ્ચે પોતાના હિતો અને બંધારણીય હકોને બચાવવા માટે ખ્રિસ્તી સમાજ આગળ આવ્યો છે. ધર્માંતરણના નામે વિવિધ સંગઠનો તરફથી કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં ભરૂચ સહિત રાજયભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર રાષ્ટ્રીય જનજાતિ મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા આદિવાસી ખ્રિસ્તી સમુદાય પર ધર્માંતરણ અંગેના ખોટા આક્ષેપો કરી સમાજને ગેરમાર્ગે દોરી સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરવામાં આવી રહયો છે. દરેક ભારતીયને ધર્મ સ્વતંત્રતાનો બંધારણીય હકક અને અધિકાર આપવામાં આવેલો છે. તેમ છતા વિવિધ સંગઠનો મારફતે ખ્રિસ્તી સમાજ ઉપર જૂઠા અને ખોટા,આધાર પુરાવા વગરનાં આરોપો અને આક્ષેપો મુકી ખ્રિસ્તી સમાજ તેમજ ધર્મને બદનામ કરવામાં આવી રહયો છે.

ખ્રિસ્તી સમાજમાં પરિવારોમાં જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે શુભેચ્છાની પ્રાર્થના કરવામાં આવતી હોય અથવા નવા ઘરના ઉદ્ઘાટનના પ્રસંગે ઘરની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓમાં પણ આરોપ મૂકવામાં આવે છે કે ધર્માંતરણ કરવામાં આવી રહયું છે. ખ્રિસ્તી સમાજને બદનામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ આગેવાનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...